અમદાવાદ : ડોન દાઉદનો ગુરૂ સુભાષસિંગ ઠાકુર ઉર્ફે ‘બાબા’નો સાગરીત 12 વર્ષે ઝડપાયો

કુખ્યાતને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે મુંબઇમાં ગાર્ડ તરીકે કરી હતી નોકરી

અંડરવલ્ડના ડોન દાઉદ ઇબ્રાહીમ સામે પડેલા કુખ્યાત સુભાષસીંગ ઠાકુરના સાગરિત ત્રણ રાજ્યના ગુનામાં વોન્ટેડ એવા કુખ્યાત મનિષસીંગ ઉર્ફે છોટુની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. યુપીમાં આ ગુનેગાર પર 50 હજાર રૂપિયાનું ઇનામ હતું, જે હત્યા અને ખંડણીના અનેક ગુનાઓમાં ફરાર હતો. બોટાદ ખાતેના ચકચારી ડબલ મર્ડર તથા અમદાવાદ ખાતેના હથિયારના ગુનામાં પણ વોન્ટેડ હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલ મનીષ ઉર્ફે રાજુ સિંગની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. મનીષ મૂળ ઉત્તરપ્રદેશ બનારસનો રહેવાસી છે. બનારસમાં કુલ 15 ગુનાઓમાં તે આરોપી છે. ઉત્તરપ્રદેશ પોલીસે મનીષ સિંગ પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. ગુજરાતમાં 3 અને મુંબઇમાં 1 ગુનામાં વોન્ટેડ છે. તેની સામે ખંડણી, લૂંટ, આર્મ્સ એક્ટ સહિત ગુના દાખલ થયા છે. મુંબઈમાં તેની સામે 307 નો ગુનો દાખલ થયો છે. ગુજરાતમાં આર્મ્સ એક્ટ અને પાલનપુરમાં આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં અને બોટાદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 મહિનાના ઓપરેશન બાદ મુંબઇથી ઝડપાઇ ગયો છે. જેને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કિશોર ગઢવી અને મહાવીરસિંહ મુંબઈના રશ્મિ ગાર્ડન પર 15 દિવસ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. જ્યાં લોકો તેઓને ભિખારીની જેમ નાણાં પણ આપતા હતા.

2014માં બોટાદમાં 1 કરોડની સોપારી લઈ ખૂની ખેલ ખેલ્યો

2014માં બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરદીપ પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપ ઓફિસમાં ભરતસિંહ વાળા અને રણછોડ કેવડિયા પર યુવરાજસિંહ પરમાર તથા બીજા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી બેની હત્યા કરી હતી. જેમાં અગાઉ કમલેશ ભરવાડનું ખુન થયું હતું તેની અદાવત રાખી મનીષ સિગે યુવરાજસિંહ સાથે મળી ફાયરિંગ કર્યાનું સામે આવ્યું. જેમાં તે ફરાર હતો. જેમાં તેણે અંદાજે 1 કરોડની સોપારી લીધી હોવાનું સામે આવ્યું.

ગુજરાતમાં 2014માં કમલસિંગ ઉર્ફે સોનુ પિસ્ટલ નંગ 1 સાથે પકડાયેલ જેમાં આર્મ્સ એકટના ગુનામાં આરોપી મનીષ સંડોવાયેલ હોવાનું સંર આવ્યું. 2014માં ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ રાઓલ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજન દલપતસિંહ બારડ ના વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટનો ગુનો દાખલ થયો હતો જેમાં એક પિસ્ટલ એ10 કારતુસ ઝડપાઇ હતી જેમાં મનીષ ફરાર હોવાનું સામે આવ્યું હતું.

એટલું જ નહીં પણ આરોપી એટલો શાતીર હતો કે આરોપી મનીષ નામ બદલી શિવલાલના નામે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મજૂરો સાથે રહી ફાઈનાન્સનો ધંધો કરતો. જેથી તેને કોઈ ઓળખી ન શકે. જે બાદ તે મુંબઇ ગયો અને ત્યાં તેને ઝડપી લેવાયો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી