September 27, 2020
September 27, 2020

પ્રાંતિજ પોલીસને વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં સફળતા

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક ચૈતન્ય રવીન્દ્ર માંડલીક સાબરકાંઠાનાઓએ જિલ્લામાં બનતા વણ શોધાયેલ વાહન અકસ્માતના ગુન્હા શોધી આરોપીઓને પકડી પાડવા સુચનાઓ કર્યા હતા.

પોલીસ અધીક્ષક કે.એસ.સુર્યવર્શી નાયબ પોલીસ અધીક્ષક હિંમતનગર તથા પી.એલ.વાધેલા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

સને ૨૦૨૦ની સાલમાં કરોલ ગામની સીમમાં મજરા તલોદ જતા રોડ ઉપર મોટરસાઈકલ નં.જી.જી ૦૯ ડીડી ૬૬૧૬ ને કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનથી ટકકર મારી અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી પોતાનું વાહન લઈને નાસી ગયા હતા.

જે ગુન્હો શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી અલગ અલગ માહિતી એકત્રિત કરી તેને જુદા જુદા અભિગમથી તપાસી તેમજ સ્થાનિક બાતમીદારો રોકી અસરકારક કામગીરી કરવા ઝુંબેશ હાથ ધરેલ દરમ્યાન અ.એસ.આઇ માનસિંહ માનવંતસિંહ, આ.હે.કોન્સ દિપકસિંહ જગતસિંહ, અ.પો.કો, રાજેન્દ્રસિંહ રમેશસિંહ, અ.પો.કો વિક્રમસિંહ રૂમાલસિંહ, અ.પો.કો જીજ્ઞેશભાઇ મણીલાલ વિગેરે આ ગુન્હાની તપાસમાં હતાં.

દરમ્યાન હકીકત મળેલ કે વાહન અકસ્માત કરનાર વાહન ડમ્પર નં.જી.જી.-૩૧ ટી ૩૦૦૩નું તથા તેનો ચાલક પરમાર રમેશભાઇ મણાભાઇ રહે નવી બોરવાઇ તા.ધનસુરા જી.અરવલ્લીના હોય અને રમેશભાઇ ઉપરોક્ત ડમ્પર લઈને તલોદ થી મજરા થઇ ગાંધીનગર જવાના હોવાની ચોક્કસ બાતમી મળતા મજરા ત્રણ રસ્તા ખાતે વોંચ ગોઠવતા બાતમી હકીકત વાળુ ડમ્પર આવતા તેને રોકી ચાલકને નીચે ઉતરી તેનું નામઠામ પુછતા નામ જણાવેલ જેને બનાવ હકીકત સંબંધે યુકિત પ્રયુક્તિ થી પુછતા પોતે ગુન્હાની કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ પ્રાંતિજ પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ એ.૧૧૨૦૯૦૪૧૨૦૦૯૨૨/૨૦ ઇ.પી.કો કલમ ૩૦૪ (અ) વિગેરે મુજબ કામનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢતાં વધુ એક સફળતા મળેલ છે.

સંજય રાવલ

 20 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર