જીસીએસમાં સફળ સર્જરી, માથમાંથી સડેલું હાડકું કાઢી નવી ચામડી બનાવી

જીસીએસ હોસ્પિટલમાં ચામડીની ગાંઠની સફળ રિકન્સ્ટ્રક્ટિવ ન્યુરોસર્જરી

જીસીએસ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના ડો. કુશલ શાહ (કન્સલ્ટન્ટ – ન્યુરો સર્જન) અને ડો. પ્રમોદ મેનન (કન્સલ્ટન્ટ – પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકંસ્ટ્રક્ટિવ સર્જરી) દ્વારા માથાના ભાગમાં જૂજ જોવા મળતી ચામડીની ગાંઠની સફળ રિકન્સ્ટ્રક્ટિવ ન્યુરોસર્જરી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના 79 વર્ષીય નવિંનચન્દ્ર દવેને માથાના ભાગમાં અલ્સર થયું હતું જેના લીધે તેઓ છ મહિનાથી હેરાન થતા હતા. ધીમે ધીમે આ ઘા વધતા દર્દીને ખોપરીનું હાડકું કોરાતું હોય તેવું લાગવા લાગ્યું. ચેપની જગ્યામાં વધારાને લીધે આ હાડકું કોતરાઈ જવાથી મગજનો ભાગ ધીમે ધીમે બહારની બાજુ ધબકારાથી દેખાવા લાગ્યો. આંગળીના ટેરવા જેટલા વિસ્તારથી શરુ થયેલ આ ઘામાં ચેપ વધતા ધીમે ધીમે માથાનો અડધા ઉપરનો ભાગ ખરાબ થઇ ગયેલ હતો. નજીકના નાનામોટા ડોક્ટરોની ઘણી સારવાર બાદ પણ ઘામાં રૂઝ ના આવતા દર્દી જીસીએસ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.

ન્યુરોસર્જરી વિભાગમાં ડો. કુશલ શાહ દ્વારા જખ્મની બાયોપ્સી અને સચોટ તપાસ બાદ બેસલ સેલ કાર્સિનોમાનું નિદાન થયું હતું. મગજમાં ફેલાઈ ગયેલી ચામડીની ગાંઠના કારણે માથા ઉપર ખાસો ભાગ કોતરાઈ ગયો હતો. ગાંઠ મગજની ખુબ જ નજીક હોવાથી આની સારવાર ખુબ જ જટિલ હતી. પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. પ્રમોદ મેનનના સંકલનથી આ ગાંઠની સારવાર માટે રિકન્સ્ટ્રક્ટિવ ન્યુરોસર્જરી સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. ડો. કુશલ શાહ અને ડો. પ્રમોદ મેનન દ્વારા સાથે મળી આ સર્જરી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ડો. કુશલ દ્વારા ચેપગ્રસ્ત અને ખરાબ થઇ ગયેલી ચામડી કાઢી નાખવામાં આવી હતી ત્યારબાદ સડો થયેલું હતું તેટલું હાડકું પણ કાઢી નાખવામાં આવ્યું હતું.

આ દરમિયાન મગજના ડ્યુરલ કવરિંગને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્લાસ્ટિક સર્જન ડો. પ્રમોદ મેનન દ્વારા માથાના ભાગની ચામડીને નવેસરથી બનાવામાં આવી. આજે ત્રણ મહિના પછી દર્દીની સ્થિતિ ખુબ જ સારી છે.

 57 ,  1