ભાવનગરની ગારિયાધાર નગરપાલિકામાં ACBની સફળ ટ્રેપ

ચીફ ઓફિસર અને સિવિલ એન્જિનિયર 16 હજારની લાંચ લેતા ઝડપાયા

ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં  નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ACB ની સફળ ટ્રેપમાં  નગરપાલિકાનો ચીફ ઓફિસર વી. ડી.પૂજારા અને લાંચનો સ્વીકાર કરનાર એન્જિનિયર પ્રતીક રંગે હાથ ઝડપાયા હતા.  નવી બનાવવામાં આવેલ સ્મશાનની દીવાલના કામનો ચેક પાસ કરાવવા 16 હજાર ની લાંચ માંગવામાં આવી હતી.  ગારીયાધારમાં નગરપાલિકાના એન્જિનિયરને લાંચ લેવા મોકલ્યો હતો.  ACB એ છટકું ગોઠવી લાંચનો સ્વીકાર કરનાર અને મોકલનાર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝડપી લીધા હતા. 

ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. એક અઠવાડીયા પહેલા  મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી