September 20, 2021
September 20, 2021

બિહારના મુંગેરમાંથી સામે આવી ક્રૂરતાભરી ઘટના, અંધશ્રદ્ધામાં માસૂમની બલિ ચડાવી

બાળકીની આંખ કાઢીને પત્નીને તાવીજ પહેરાવ્યું…

મુંગેર જિલ્લાના સફિયાબાદ વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની નિર્મમ હત્યાનો પોલીસે પર્દાફાશ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. પોલીસે દાવો કર્યો છે કે અંધવિશ્વાસમાં આ બાળકીની હત્યા કરી દેવામાં આવી છે. પાંચમા બાળકની લાલચમાં એક બાળકીની ક્રુર હત્યા કરી દીધી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર દિલીપની પત્નીનો ગર્ભપાત થઇ ગયો હતો અને આ વખતે કોઇ પણ હાલમાં તે પત્નીનો ગર્ભપાત થઇ જાય તેવું ઇચ્છતો નહોતો. તેણે પોતાની પીડા મિત્ર તનવીરને સંભળાવી હતી. તનવીરે એક તાંત્રિક સાથે દિલીપની મુલાકાત કરાવી હતી અને તાંત્રિકે કહ્યું કે બાળકીની આંખનું તાવીજ પહેરાવાથી પત્નીનો ગર્ભપાત નહી થાય. 

ગત રોજ બુધવારે એક 8 વર્ષીય બાળકી પોતાના પિતા પાસે પરત જઇ રહી હતી ત્યારે જ દિલીપ દશરથી અને તનવીર બાળકીને પોતાની સાથે લઇ ગયા અને તેની ક્રુર રીતે હત્યા કરી દીધી હતી. આંખને બાળીને તેની રાખમાંથી તાવીજ બનાવવામાં આવ્યું અને બાદમાં દિલીપે પોતાની પત્નીને તે પહેરાવ્યું હતુ. પોલીસે તાંત્રિક સહીત 4 લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે એક બાળકાનો શબ ઇંટના ભઠ્ઠા પાસેથી મળી આવ્યું હતુ જેની જમણી આંખ નીકળેલી હતી અને ડાબી આંખ ફૂટેલી હતી. હાથની આંગળીઓને પણ ખરાબ રીતે જખ્મી કરી દેવામાં આવી હતી, પરિવારે રેપ અને મર્ડરની વાત કરી છે પરંતુ પોસ્ટમોર્ટમમાં રેપની વાત સામે આવી નથી.

 58 ,  1