આવી નવલી નવરાત્રિ, એક દિવસ ઓછો મળશે…

જાણો ઘટ સ્થાપન ક્યારે કરવાની, હું તો ગઈ તી મેળે…

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાના નહિવત કેસો નોંધાય રહ્યા છે જેના પગલે રાજ્ય સરકારે શેરી ગરબા કરવાની મંજૂરી આપી છે પરિણામે ખેલૈયાઓ સહિત નવરાત્રિના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. જોકે, બીજી બાજુ જો કે, આ વર્ષે તિથિના સંયોગ વચ્ચે ચોથનો ક્ષય હોવાથી નવરાત્રિમાં એક દિવસ ઓછો હશે એટલે કે નવ દિવસ નહીં માત્ર આઠ જ દિવસ રમવા મળશે જેના કારણે ખેલૈયાઓને એક દિવસ ગરબા ખેલવાનો ઓછો મળશે.

7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય ખાસ કરીને માતાજીના મંદિરોમાં પણ અનોખી રોનક જોવા મળશે. આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે 9 ઓક્ટોબરે ઉજવાશે. ગુરુવારે 7 ઓક્ટોબરના રોજ આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રિની શરૂઆત થશે.

ઘટ સ્થાપન, દીપ સ્થાપન, કળશ સ્થાપના મુહૂર્ત માટે સૂર્યોદય પ્રમાણે શુભ ચોઘડિયુ સવારે 6.30થી 8 વાગ્યા સુધીનું છે. 13 ઓક્ટોબરના રોજ બુધવારે સવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસનું નવરાત્રિ પર્વ હોય છે.

જો કે, આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી 9 ઓક્ટોબર, શનિવારે સવારે 7.47 વાગ્યા વાગ્યા સુધી જ ત્રીજ છે અને પછી ચોથ બેસે છે. તેથી, વિનાયક ચોથ શનિવારે જ કરવાની રહેશે. 12 ઓક્ટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે. તે દિવસે રાતે 9.49 વાગ્યાથી આઠમ શરૂ થાય છે. બુધવારે 13 ઓક્ટોબરે રાતે 8.08 વાગ્યા સુધી આઠમ સાથે મહાષ્ટમી, હવનાષ્મીની ઉજવણી થશે.

જ્યોતિષના કહેવા પ્રમાણે, 7 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્ર, વૈધૃતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્યા રાશિમાં નવરાત્રિની શરૂઆત થશે. ગુરુવારે ચિત્રા નક્ષત્ર રાતના 9.13 વાગ્યા સુધી જ છે જ્યારે વૈધૃતિ યોગ મોડી રાતે 1.40 વાગ્યા સુધી છે. આઠ દિવસ બાદ 14 ઓક્ટોબરે મહાનવમી સાથે જ શારદીય નવરાત્રિની સમાપ્તિ થશે. જ્યારે 15 ઓક્ટોબરે આસો સુદ દશમ નિમિત્તે વિજયાદશમી પર્વ ઉજવાશે.

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી