રસીકરણમાં આવી ઉતાવળ..? બોલો, અડધા કલાકમાં બે ડોઝ..! ના ચાલે..

નર્સનું ધ્યાન દોરે તે પહેલા તો બીજો ડોઝ..દે દનાદન..

કોરોના મહામારી સામે ચાલી રહેલા કોરોના વેક્સિનેશન મિશનને કેન્દ્ર સરકારે અસરકારક બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. અહીં સુધી કે 21 જૂનથી મોદી સરકારે નાગરિકોને ફ્રી વેક્સિન આપવાનું પણ શરુ કરી દીધુ છે. એવામાં રસીકરણને લઇને વેક્સિન આપતાં કર્મચારીની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.

ઓડિશામાં એક 51 વર્ષના વ્યક્તિને માત્ર અડધા કલાકના અંતરમાં જ બે વેક્સિનના ડોઝ લગાવી દેવાનો કિસ્સો સામે આવ્યો. આ વ્યક્તિ શનિવારે રસી માટે સ્લોટ બુક કરવા માટે મયૂકગંડ જિલ્લાનો રહેવાસી એક સરકારી હાઇ સ્કુલમાં બનાવેલા અસ્થાયી રસીકરણ કેન્દ્ર પર ગયો હતો. જ્યાં તેને પહેલી વેક્સિનનો ડોઝ આપ્યા બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો, આ દરમિયાન એક નર્સે ભૂલથી તેને કોરોના રસીનો બીજો ડોઝ લગાવી દીધો હતો.

પ્રસન્ન કુમાર સાહૂ નામની આ વ્યક્તિનું કહેવુ છે કે, તેણે આ વિશે નર્સને જાણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પહેલા નર્સ બીજો ડોઝ લગાવી ચૂકી હતી. આ મુદ્દે રસીકરણ કેન્દ્રના ઇન્ચાર્જનું કહેવુ છે કે વ્યક્તિને પહેલો ડોઝ લગાવ્યા પછી બે કલાકની દેખરેખમાં રહેવાનું કહેવાયું હતું, તેમને આઆરએસ પણ પીવડાવ્યું, પરંતુ એ વ્યક્તિ ઓબ્ઝર્વેશન રુપમાં બેસવાની જગ્યાએ રસીકરણ રુમમાં બેઠી હતી, જેથી નર્સે તેને વેક્સિન લગાવી દીધી હતી. તેમનું કહેવું હતું કે ભૂલથી વ્યક્તિને બીજો ડોઝ લગાવી દેવામાં આવ્યો હતો.

જોકે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગનું કહેવુ છે કે, કેસની તપાસ કરવામાં આવી રહી છે અને ચોક્કસ ખુલાસા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

 30 ,  1