મેક્સિકોના સમુદ્રની વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી

સમુદ્રમાં આગ લાગવાનો આ વીડિયો તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ

મેક્સિકોના સમુદ્રની વચ્ચે અચાનક આગ ફાટી નીકળી હતી આ ઘટનાની જાણકારી મળતા તંત્રએ આગ બુઝાવી દીધી હતી. મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે કહ્યું કે સમુદ્રમાં લાગેલી આગને બુઝાવી દેવામાં આવી છે. કંપનીએ આગ લાગવાનું કારણ પાણીની અંદર પાઈપ લાઈનમાંથી ગેસ લીકેજને ગણાવ્યું છે. સમુદ્રમાં આગ લાગવાના વીડિયો તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે ચમકદાર નારંગી રંગની આગની લહેરો કોઈ વહેલા લાવાની જેમ સમુદ્રની સપાટીથી ઉપર ઉઠી રહી હતી. લોકોને આને ‘આગની આંખ’નામ આપ્યું છે. આનાથી આ નામ લહેરોમાં ગોળાકાર હોવાના કારણે આપ્યું છે. આ આગ શુક્રવારે પેમેક્સ ઓયલ પ્લેટફોર્મથી થોડાક અંતર પર લાગી હતી. પેમેક્સે જણાવ્યું કે આગને ઓલવવમાં 5 કલાકથી વધારે સમય લાગ્યો છે.

સમાચાર એજન્સી રોયટર્સના ચાર સૂત્રોએ જણાવ્યુ કે આ આગ પાણીની નીચે એક પાઈપ લાઈનમાં શરુ થઈ હતી. જે પેમેક્સના મુખ્ય કુ માલૂબ જાપ ઓઈલ ડેવલપમેન્ટ રિમની પાસે છે. પેમેક્સનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તેમજ કોઈ પ્રોજેક્ટને અસર નથી પહોંચી.

કંપનીએ જણાવ્યું કે આગ શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગે લાગી હતી. આનાથી 10.30 વાગે સવારે તેના પર કાબૂ મેળવવામાં આવ્યો છે. પેમેક્સનું કહેવું છે કે કંપની આગનુ કારણ તપાસી રહી છે. પેમેક્સની પોતાની ફેસિલિટી પર મોટી ઈન્ડસ્ટ્રિયલ દુર્ઘટનાનો એક લાંબો રેકોર્ડ રહ્યો છે. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણે 12 ઈંચ ડાયામીટર વાળી પાઈપલાઈનને વોલ્વને બંધ કરી દેવામાં આવ્યો છે.

 30 ,  1