September 23, 2021
September 23, 2021

અચાનક અમદાવાદની મુલાકાતે આવેલા શાહ સવારે થયા રવાના

અમિત શાહ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અમદાવાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવારના સામાજીક પ્રસંગમાં હાજરી આપવા અચાનક અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ગઇકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,  મેયર કિરીટ પરમાર   અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તેમનું  સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવાર ના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગષ્ટથી  ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા. આ દરમ્યાન તેમણે પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કોરોનાનો પ્રથમ ડોઝ સમગ્ર જિલ્લાના લોકોને લાગી જાય તેવું આયોજન કરવા માટે પણ વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા.

 21 ,  1