અમદાવાદમાં એકાએક 30 કોરોના ટેસ્ટિંગ ફરી થયા ધમધમતા

ત્રીજી લહેરની અગમચેતી કે પછી બીજું કાંઈ?

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ હવે માત્રા નામના જ રહ્યા છે. રસીકરણ અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલું છે પરંતુ બીજી બાજુ કોરોનાની સંભિવત ત્રીજી લહેર માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે.

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં બંધ કરાયેલા 30 જેટલા ટેસ્ટિંગ સેન્ટર ફરી શરૂ કરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 30 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. જો કે, અચાનક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ રીતે શહેરમાં 30 જેટલા ડોમ શરૂ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયાં છે. અમદાવાદમાં તો બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટેસ્ટ કરાવનારા લોકોની પણ સંખ્યા પણ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. રસીકરણ અભિયાનની સાથે મનપા દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટર બંધ કરવામાં આવ્યા હતા અને માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હતા. જો કે, અમદાવાદમાં એકાએક 30 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાતા છૂપી રીતે કશું રંધાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.

 45 ,  1