ખાંડ બે મહિનામાં 13 ટકા મોંઘી

છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચી કિંમત

સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં થયેલા વધારાને કારણે મિલોએ અત્યારે નિકાસ માટે નવા કરાર પર રોક લગાવી છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવ બે મહિનાની અંદર 13 ટકા વધ્યા છે અને ચાર વર્ષની નવી ટોચે પહોંચી ગયા છે. આને કારણે મિલોને ભારતમાં જ વૈશ્વિક બજાર જેટલો જ ભાવ મળવા લાગ્યો છે.

સહકારી ખાંડ ફેક્ટરીના રાષ્ટ્રીય સંઘના નિર્દેશકે પ્રકાશ નાયકનવારે કહ્યું કે સ્થાનિક બજારમાં ખાંડના સારા ભાવ મળી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં 13 ટકાનો ભાવ વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષમાં ખાંડની કિંમત અત્યારે સૌથી વધારે છે. આ સિવાય છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં 13 ટકાનો વધારો થયો છે. મીલોને સ્થાનિક બજારમાં જ સારા ભાવ મળી રહ્યા છે.

2021-22 માટે 12 લાખ ખાંડ નિકાસ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ સ્થાનિક બજારમાં સારા ભાવ મળતા ખાંડની નિકાસ કરાઇ રહી નથી. ભારતમાંથી અન્ય દેશોમાં ખાંડ નિકાસ કરવાથી ભાવમાં વધારો થશે એવું માનવામાં આલી રહ્યું છે. હાલમાં સ્થાનિક બજારમાં ખાંડનો ભાવ 36 હજાર 900 રૂપિયા પ્રતિ ટન છે તો કાચી ખાંડનો ભાવ 31 હજાર 500 રૂપિયા પ્રતિ ટન છે. આ સિવાય સફેદ ખાંડનો ભાવ 32 હજાર રૂપિયા પ્રતિ ટન છે. શક્ય છે કે આગામી સમયમાં ખાંડના ભાવમાં ઘટાડો થશે.

ઘરેલૂ બજારમાં ખાંડનો ભાવ 36,900 રૂપિયા પ્રતિ ટન છે. નવેમ્બર 2017 બાદ ખાંડના ભાવ સૌથી ઉંચા રહ્યા છે. નિકાસકારોને મિલોની કાચી ખાંડના 31,500 રૂપિયા પ્રતિ ટન અને સફેદ ખાંડ 32,000 રૂપિયા પ્રિત ટન મળે છે. એવામાં મિલોના નિકાસકારોની સરખામણીએ 5000 રૂપિયા વધારે મળી રહ્યા છે. આ કારણ છે કે હાલના વર્ષમાં રેકોર્ડ 75 લાખ ટન નિકાસ કરતી મિલોએ ઓગ્સટ બાદથી કોઈ નવા કરાર કર્યા નથી.

વૈશ્વિક બજારની સાથે જોડાયેલા ખાંડના ડીલરોનું માનવું છે કે નવા સત્રમાં ઘરેલૂ બજારમાં ખાંડના ભાવ નીચે આવશે. યૂપી સરકારની તરફથી શેરડીનું મૂલ્ય નક્કી કરવાની રાહ જોવાઈ રહી છે. અનુમાન છે કે નિકાસમાં હાલના ઘટાડાથી વૈશ્વિક બજારમાં કિંમતો ઉપર જશે. જેનાથી આવનારા સત્રમાં 50 લાખ ટનથી વધારે ખાંડની નિકાસની સંભાવના છે. કેન્દ્ર સરકારે ખાંડ નિકાસ પર સબ્સિડીના રૂપમાં અપાતી રકમમાંથી 1800 કરોડ ચૂકવી દીધા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી