September 20, 2021
September 20, 2021

બનાસકાંઠા : પાંથાવાડામાં યુવતીનો આપઘાત મામલો, સામુહિક દુષ્કર્મ થતા મોતને વ્હાલું કર્યું

યુવતીના મોબાઈલમાંથી રેકોર્ડિંગ મળી આવતા થયો ખુલાસો

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ યુવતી પર સામુહિક દુષ્કર્મ થતા આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં યુવતીના મોબાઈલમાંથી રેકોર્ડિંગ મળી આવતા આ મોટો ખુલાસો સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ બ્લેકમેલ કરીને 4 મહિનામાં અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

એક અઠવાડિયા પહેલા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારનોએ મૃતદેહને દફનાવી અંતિમક્રિયા કરી દીધી હતી. દરમિયાન યુવતીનો મોબાઇલ ફોન મળ્યો હતો. જેમાં રહેલા રેકોર્ડિંગમાં ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારી વારંવાર બ્લેકમેઇલ કરી મરવા માટે મજબુર કરી હોવાનું ખુલ્યું હતુ.

ગત 25 ઓગસ્ટે પરિવારના સભ્યો કામકાજ અર્થે બહાર હતા તે સમયે પરિવારની યુવતીએ સૂતરની દોરી વડે ગળે ફોસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત કરી લેતા સામાજિક રીત- રિવાજ મુજબ દફનવિધિ કરી બેસણું પણ કરી દીધુ હતુ. આ પછી ગત 29 ઓગસ્ટે બંધ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો.

મોબાઇલ ચાલુ કરી રેકોર્ડીંગ સાંભળતાં મૃતક યુવતીએ તેની બહેનપણી સાથે કરેલી વાતચીતથી જાણવા મળ્યું હતુ કે, પાંથાવાડાનો મહેન્દ્ર ઉર્ફે ભુરો ગોવિંદ પુરોહિત તેનો ભાઇ નટવર ઉર્ફે નમન ગોવિંદ પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી, ફોસલાવી, લાલચ આપી ગુંદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક લઈ જઈ તેણી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો તેમજ તેના અશ્લીલ ફોટા તેમજ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની બીક બતાવી શારીરિક માનસિક ત્રાસ આપી બ્લેક મેઇલ કરતા હતા. 

પાંથાવાડા પોલીસે માનસિક ત્રાસ અને બ્લેકમેલીંગ કરતાં ત્રણે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ ઘટનાને લઇને જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડયું છે. અને, આ નરાધમો આરોપીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. અને, આ નરાધમોની પોલીસ જલ્દી ધરપકડ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

 70 ,  1