COVIDને કારણે આત્મહત્યા પણ કોરોનાથી મોત ગણવામાં આવશે

કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લાખો લોકો પીડાયા છે અને હજારો પરિવાર એવા છે જેમને પરિજનોએ કોરોના વાયરસનાં કારણે જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામતા પરિજનોનાં પરિવારને સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના વાયરસનાં કારણે જે લોકોએ આપઘાત કર્યા તેમની મોત કોવિડથી થયેલ મોત ગણાશે કે નહીં તેને લઈને ઘણી અસંસજસતા હતી. કોવિડના કારણે આપઘાતને પણ કોરોનાથી મોત થયું ગણવામાં આવશે તેમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતે આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયેલ કોઈ પણ 30 દિવસની અંદર આપઘાત કરે છે તે તો કોવિડથી થયેલ મોત ગણાશે અને તેમના પરિવારનાં લોકોને વળતર પણ આપવામાં આવશે.

જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે તમે વિશેષ રુપથી કહ્યું છે કે જો કોરોના પીડિતે આત્મહત્યા કરી હોય તો તે આવા પ્રમાણપત્રનો હકદાર રહેશે નહીં. આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂર છે. મહેતાએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર વિચાર કરવામાં આવશે. એડવોકેટ ગૌરવ કુમાર બંસલ અને રિપાક કંસલની અરજીઓ પર 30 જૂને પસાર કરાયેલા આદેશ બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. હકીકતમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સંયુક્ત માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આત્મહત્યા, હત્યા અથવા અકસ્માતને કારણે જીવ ગુમાવવો તે કોરોનાને કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહીં. ભલે તે કોવિડ સંક્રમિત છે.

નોંધનીય છે કે આ પહેલા પીડિતના પરિવારને કોરોનાના કારણે મૃત્યુના કિસ્સામાં 50,000 રૂપિયાનું વળતર મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે આ રકમ COVID-19 રોગચાળાના ભવિષ્યના તબક્કામાં અથવા આગળની સૂચના સુધી ચાલુ રહેશે. મૃતકોના પરિવારોને વળતર પણ આપવામાં આવશે, જે કોવિડ રાહત કામગીરીમાં સામેલ હતા અથવા પ્રારંભિક પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ માટે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર મૃત્યુનું કારણ COVID-19 તરીકે પ્રમાણિત કરવાની જરૂર પડશે. રાજ્યો દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માંથી વળતર આપવામાં આવશે. સોગંદનામા મુજબ, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)/જિલ્લા વહીવટીતંત્ર વળતરનું વિતરણ કરશે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી