અમદાવાદ : ગોતામાં પરણિતાનો આપઘાત, સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

દહેજની માંગણી કરી પતિ સહિત સાસુ તેમજ દિયર ત્રાસ આપતા

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હતો. સાસરીવાળાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવી યુવતીના પિતાએ સોલા પોલીસ મથકમાં પતિ, સાસુ સહિત ચારા લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. તો બીજી તરફ આ મામલે પોલીસે સુસાઇડ નોંટ કબ્જે કરી સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘાટલોડીયામાં રહેતી પૂજા વ્યાસના એરેન્જ વિથ લવ મેરેજ ગોતામાં રહેતા કૃણાલ વ્યાસ સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ જ સાસરીવાળા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. પરિણીતાના સસરાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. લગ્ન પહેલા પતિએ શાહીબાગમાં મકાન હોવાનું કહ્યું હતું. 

જોકે, યુવતીને પછી ખબર પડી હતી કે, તેના સાસુ મયુરી વ્યાસને જેની સાથે અનૈતિક સંબંધ છે તેની સાથે મકાન ભાગમાં રાખેલું છે તેમજ રોજ રાત્રે સાસુ મોડા આવતા હતા અને રાત્રે ત્યાં જ રોકાતા હતા. ફરિયાદમાં પૂજાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, સાસુ મયુરીબેનને શાહીબાગમાં રહેતા નિલેશ પંચોલી સાથે અનૈતિક સંબંધો હતો. મૃતક પૂજા ગર્ભવતી થતા સાસુનો ત્રાસ વધી ગયો હતો. જેથી તેણે પતિ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું હતું. અલગ રહેવા સામાન શિફ્ટ કરવા યુવતીની માતા અને બહેન આવ્યા હતા. 

આ સમયે સાસુએ યુવતીને અશ્લીલ ગાળો આપી હતી. જ્યારે પતિએ પણ માતાનો પક્ષ લઈને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જોકે, પિતા સમજાવી ફરી તેને સાસરે મૂકી ગયા હતા. આ પછી પતિએ એબોર્શન કરાવી નાંખ્યું હતું અને પછી પણ ઝઘડો કરતો હતો. આમ, પતિ અને સાસરીવાળાથી કંટાળી યુવતીએ ફિનાઇલ પી લીધું હતું. 

એટલું જ નહીં, સાસુનો પ્રેમી પણ તેમની સાથે રહેતો હોવાથી ઝઘડા થતાં હતા. તો બીજી તરફ દિયર યશા વ્યાસને દેવું થઈ જતાં યુવતીના ઘરેણા વેચી દેવું ભર્યું હતું. તેમજ દેહજમાં 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તો દિયર યશ મિત્રોને ઘરે બોલાવી દારૂ અને હુક્કા પાર્ટી  કરતો હતો અને ભાભી પાસે બધું સાફ કરાવતો હતો. આમ, આ બધાથી કંટાળી યુવતીએ ગત 10 જુલાઇએ ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે આ મામલે પૂજા પિતાએ પતિ કૃણાલ, સાસુ મયૂરીબેન, દિયર યશ, મામાસસરા અજિત રાવલ, મયૂરીબેનના પ્રેમી નીલેશ પંચોલી સામે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોત પહેલા યુવતીએ પતિને આપઘાત કરવા જઇ રહી હોવાનો મેજસ પણ કર્યો હતો. મેસેજ બાદ ફોન બંધ આવતા ઘરે જઇને તપાસ કરતા યુવતી લટકી હાલાતમાં મળી આવી હતી. આપઘાત પહેલા યુવતીએ સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારો પતિ અને સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે. એટલે હું સુસાઈડ કરું છું, મારા ફોનમાં બધા મેસેજ છે. મારા છોકરાની સેફ્ટી માટે એને એના નાનીના ઘરે રાખવા માગંુ છું, તેને પિયરના સભ્યોની હાજરીમાં જ પિતાને મળવા દેવાય.


 67 ,  1