ખોખરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, મોત પહેલા વિડીયોમાં કહી આપવીતી

વ્યાજખોરે બાઇક પડાવીને યુવકને આપી હતી ધમકીઓ

શહેરોમાં વ્યાજખોરોનો આંતક દિવસે-દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરીના કારણે આત્મહત્યાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા એક યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો. મરતાં પહેલા એક વિડીયો પણ ઉતર્યો હતો જેમાં યુવકે સમગ્ર આપવીતી જણાવી હતી.ત્યારે આ મામલે ખોખરા પોલીસે 6 વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં છૂટક મજૂરી કરતા એક યુવાને માત્ર રૂપિયા બે લાખનું દેવું થઈ જતાં આત્મહત્યા કરવી પડી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા તેને બે વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. વિડીયોમાં મૃતકે કોને કોને કેટલા રૂપિયા ચૂકવવાના છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે ટાંક રિશી નામના વ્યક્તિને તેણે રૂપિયા ૫૪ હજાર ચૂકવવાના હોવાનું જણાવ્યું છે. જેના બદલામાં તે મૃતકનું બાઇક પણ લઈ ગયેલ છે. જ્યારે રિશી અને તેની બહેને માર પણ માર્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. મૃતક છેલ્લા આઠેક મહિનાથી બેકાર હોવાનુ જાણવા મળ્યુ છે.

ત્યારે આ મામલે પોલીસે પૂનમ રબારી, પ્રજય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા અને ટીની ટાંક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે.

 84 ,  1