ટ્રેનની સામે આવી ઉભો થઇ ગયો યુવક, શરીરના થઇ ગયા બે કટકા

પારડીના ઉદવાડા ફાટક પાસે યુવકનો આપધાત, રેલવે પોલીસે હાથ ધરી તપાસ

વલસાડ જિલ્લાના પારડીમાં આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ચાલુ એક યુવક ટ્રેન સામે ઉભો રહી મોતને વહાલું કર્યું હતું. ટ્રેનની ટક્કરમાં યુવકના બે કટકા થયા હતા. યુવકે ઉદવાડા રેલવે ફાટક પાસે ગૂડ્સ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદવાડા રેલવે ફાટક પાસેથી ગૂડ્સ ટ્રેન પસાર થઇ રહી હોય ફાટક બંધ રાખવામાં આવ્યો હતો. એ સમયે એક અજાણ્યો યુવક ફાટક પાસે ઉભો હતો અને જેવી ટ્રેન નજીક આવી કે તુરંત જ એ યુવક ફાટક પાસેથી દોડીને ટ્રેક પર ઉભો રહી ગયો હતો. જોત જોતામાં ગૂડ્સ ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી.

આ ઘટનામા યુવકના શરીરના બે ભાગ થઇ ગયા હતા. આ દ્રશ્ય જોઇ સૌ કોઇ અચરજ પામી ગયા હતા. હાલ આ મામલે રેલવે પોલીસે યુવકની ઓળખ તેમજ આપઘાત પાછળના કારણેને લઇ તજવીજ હાથ ધરી છે

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર