શિક્ષણમંત્રી સામે સમન્સ ઈશ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા આદેશ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જીતને પડકારતી રિટ મુદ્દે સુનાવણી મામલે હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જુબાની માટે સમન્સ ઈશ્યુ કરાયું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 27મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો છે.

વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો..

અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફ મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી