ગૂગલના CEOની ભવિષ્યવાણી, આ બંને ટીમો વચ્ચે રમાશે વર્લ્ડકપ ફાઈનલ

વર્લ્ડકપ 2019માં ભારતે પોતાની પ્રથમ બે મેચમાં જીત મેળવી છે. ક્રિકટના ફેન્સ માટે ચર્ચા છે કે આ વખતે કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચમાં મુકાબલો થશે. હવે તેને લઈને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરી છે.

પોતાને ઝનૂની ક્રિકેટ પ્રશંસક કહેતા 46 વર્ષીય પિચાઈએ કહ્યુ હતુકે, તેઓ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે તેમને બૅસબોલની રમત થોડી પડકારરૂપ લાગી હતી. પિચાઈએ USIBCની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં કહ્યુ હતુકે, ICC વિશ્વકપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાવી જોઈએ. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ મજબૂત છે.

તેણે કહ્યું કે, જયારે હું પહેલી વાર અહીંયા આવ્યો તો મેં બેઝબોલને અપનાવાની કોશિશ કરી હતી. જોકે હું સ્વીકાર કરું છું કે તે થોડું અઘરું હતું. પહેલી વાર હું આ રમત રમ્યો તો બોલને બહાર મારી દીધો હતો. ક્રિકેટના હિસાબે આ સારો શોટ હતો, તે વિચારીને હું ખુશ થયો હતો. જોકે ત્યાં હાજર લોકોને તે પસંદ આવ્યો ન હતો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી