સુનીલ ગ્રોવરે રસ્તા પર રિક્ષાચાલકો સાથે કર્યું તાપણું, Video થયો વાયરલ

સુનીલ ગ્રોવરની સાદગી પર ફિદા થયા ફેન્સ

અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવરનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં અભિનેતા રસ્તાના કિનારે બેસીને રિક્ષાચાલકો સાથે તાપણું કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં લોકોને સુનીલ ગ્રોવરની સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે. આ વિડિયો શેર કરતી વખતે સુનીલ ગ્રોવરે કેપ્શનમાં લખ્યું ‘ઠીક હૈ…’ સુનીલે આ વીડિયો ભોજપુરી ગીત ‘ઠીક હૈ’ સાથે અપલોડ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પાસે બેસીને સુનીલ ગ્રોવર ત્યાં રિક્ષાચાલકો સાથે તાપણું કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત ‘ઠીક હે’ સાંભળવા મળી રહ્યું છે. આ સાથે જ એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરે લખ્યું કે ‘ઠીક છે’.

સુનીલ ગ્રોવરના આ વિડીયો પર ફેન ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ‘ભાઈ તમે તો દિલ જીતી લીધું’. જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે ‘તમે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છો.’

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી