રાફેલ પર ફરી સુનાવણી માટે સુપ્રિમ કોર્ટ તૈયાર, કેન્દ્ર સરકારની દલીલો ફગાવી

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દરસ્તાવેજોના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી. ગુપ્ત દસ્તાવેજના આધાર પર આગળ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી. જો કે સુપ્રીમે આદેશ આપતા જણાવ્યું હતું કે, રાફેલ ડીલ મામલમાં અરજદારોએ ગુપ્ત દસ્તાવેજોની ખોટી રીતે લેવાયેલી કોપીના આધારે ફરી વિચારણાની અરજી પર સુનાવણી કરવામાં આવશે.

હાલમાં રાફેલ ડીલ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર જાહેર મંચો પરથી પીએમ મોદી પર રાફેલ ડીલને લઇને નિશાન સાધી રહ્યાં છે.

ત્યારે રાફેલની સુપ્રીમમાં ફરીથી સુનાવણીનો નિર્ણય મોદી સરકાર માટે મોટો ઝટકો છે.

 39 ,  3