ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી

ત્રણ ડબલ-લેન હાઇવે બનાવવા માટે મળી મંજૂરી

ચારધામ માટે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કેન્દ્રના 8 સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માગણીને સ્વીકારતા નિર્માણની મંજૂરી આપી છે. જેનાથી ચારધામ પ્રોજેક્ટ હેઠળ ત્રણ વ્યુહાત્મક રાજમાર્ગોને ડબલ લેન કરવાને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે. રક્ષા મંત્રાલય તરપથી તે અંગે ભલામણ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. આ હાઈવે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેનાથી ચીની સરહદ સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પર્યાવરણના હિતમાં તમામ ઉપચારાત્મક ઉપાય સુનિશ્ચિત કરવા માટે એક કમિટી પણ બનાવી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એસ કે સીકરી કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રોજેક્ટના એક ભાગ તરીકે 10 મીટર પહોળાઈના તમામ રસ્તાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ભારત ચીન સરહદ તરફ જતા રસ્તાઓને પહોળા કરવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલના દિવસોમાં સરહદો પર સુરક્ષા માટે ગંભીર પડકારો સામે આવ્યા છે. આ કોર્ટ સશસ્ત્ર દળોની માળખાગત જરૂરિયાતાનો બીજો અંદાજ લગાવી શકે નહીં. કોર્ટ ન્યાયિક સમીક્ષામાં સેનાના સુરક્ષા સંસાધનોને નક્કી કરી શકે નહીં. હાઈવે માટે રસ્તાની પહોળાઈ વધારવામાં રક્ષા મંત્રાલયની કોઈ દુર્ભાવના નથી.

નોંધનીય છે કે 11 નવેમ્બરના રોજ ચારધામ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારવાના મામલે સુપ્રીમ કોર્ટે વિસ્તારથી સુનાવણી થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર અને અરજીકર્તાની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષને બે દિવસમાં લેખિત સૂચનો આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે લગભગ 900 કિમીના ચાર ધામ ઓલ વેધર રાજમાર્ગ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારી શકાય કે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માગણી કરી છે જેમાં ચારધામ રસ્તાઓની પહોળાઈ 5.5 મીટર સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો હતો.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી