ચારધામ પ્રોજેક્ટ હેઠળ હવે ત્રણ રાજમાર્ગોને ડબલ લેન કરી શકાશે..

ચારધામ પ્રોજેક્ટ પર સુપ્રીમે આપી મંજૂરી, સરકારની મોટી જીત

ચીની સીમા સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે

ચારધામ માટે ઓલ વેધર રોડ પરિયોજનાને સુપ્રીમ કોર્ટે આખરે આજે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે સુરક્ષા માટે જરૂરી છે તે ધ્યાને લેતા આ મંજૂરી આપી છે. પોતાના નિર્ણયમાં કેન્દ્રના 8 સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માંગ માન્ય રાખીને નિર્માણની અનુમતિ આપી દેવાઈ છે. જેથી હવે ચારધામ પ્રોજેક્ટ હેઠળ ત્રણ રાજમાર્ગોને ડબલ લેન કરી શકાશે. રક્ષા મંત્રાલય તરફથી આ બાબતે અરજી કરાઈ હતી જેના પર સુપ્રીમ કોર્ટે હવે મંજૂરી આપી છે. આ હાઈ-વે રક્ષા ક્ષેત્રથી જોડાયેલા છે, જેનાથી ચીની સીમા સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે. 

સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવી હતી, જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એસ કે સિક્રી કરશે. પરિયોજનામાં પર્યાવરણનું હિત ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે, સમિતિ આ બાબતનું ધ્યાન રાખશે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પરિયાજનાના એક હિસ્સા સ્વરૂપે 10 મીટર પહોળાઈના ઓલ વેધર રોડના નિર્માણની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ભારત-ચીન સીમા તરફ જનારા રસ્તાને પહોળો કરવાની માંગ કરી હતી. સુપ્રીમે કહ્યું કે હાલના સમયમાં સીમાઓ પર સુરક્ષાને લઈને ગંભીર જરૂરિયાતો ઊભી થઈ છે. કોર્ટ સશસ્ત્ર બળોની માળખાગત જરૂરિયાતો માટે અન્ય કોઈ અનુમાન લગાવી કે વિચારી ન શકે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી