સુપ્રીમનો આદેશ – 31 જુલાઇ સુધી 12માં ધોરણનું પરિણામ જાહેર કરો

તમામ રાજ્યોને ધો-12ની માર્કશીટ તૈયાર કરવા આપ્યો આદેશ

ધોરણ-12માં અભ્યાસના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે. 

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. જેને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેમજ તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે તેમના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. 

ઘણા બધા રાજ્યોએ 12 માં ધોરણનો બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યોના બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ 31 જુલાઇ સુધી 12માં ધોરણનું પરિણામ જાહેર કરે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે 12 માં ધોરણનું રિઝલ્ટ 10 માં ધોરણ અને 11 માં ધોરણના આધારે નક્કી કરવાનું છે. સુપ્રીમકોર્ટ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યો દ્વારા હજી સુધી આંતરિક મૂલ્યાંકન નક્કી કરવામાં નથી આવ્યું, તે લોકો પાસે હજી 10 દિવસ સુધીનો સમય છે. CBSE દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમનું મૂલ્યાંકન પાછળની પરીક્ષા પર આધારિત થશે. વધુમ આ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું જે પરિણામ 31 જૂલાઈના રોજ જાહેર થશે.

 50 ,  1