ધારા 144 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર..

જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 144 હટાવવા પરની અરજી પર સુનાવણીને લઇને સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલો સંવેદનશીલ છે. આ મામલે સરકારને સમય મળવો જોઇએ. સુપ્રીમ કોર્ટે અરજી પરની સુનાવણીમાં કહ્યું કે બે અઠવાડીયા બાદ આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે અર્ટૉની જનરલને પૂછ્યું હતું કે આ ક્યાં સુધી ચાલશે. જેના પર અર્ટૉની જનરલે કહ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થઇ જશે તેની સાથે જ વ્યવસ્થા પણ સામાન્ય થઇ જશે. અમે પ્રયત્ન કરી રહ્યાં છે કે લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય. 1999થી હિંસાના કારણે 44000 લોકોના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તમે સ્થિતિનિ સમીક્ષા કરી રહ્યાં છો? આ પર અર્ટૉની જનરલ જણાવ્યું કે અમે રોજ સમીક્ષા કરી રહ્યાં છે, અને સુધાર પણ થઇ રહ્યો છે. જો કે આશા છે કે આગામી દિવસોમાં સ્થિતિ સામાન્ય થઇ જશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી