September 21, 2020
September 21, 2020

AGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત

પૈસા ચૂકવવા ટેલિકોમ કંપનીઓને 10 વર્ષનો સમય

AGR મામલે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને રાહત આપતા મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટેલીકોમ કંપનીઓને પૈસા ચૂકાવવા માટે 10 વર્ષની મુદ્દત આપી છે. સુપ્રીમના આ ચુકાદા બાદ વોડફોન, આડિઆ, એરટેલને મોટી રાહત થશે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કંપનીઓએ 10% અપફ્રન્ટ ચૂકવણી ઓક્ટોબર સુધી કરવાની રહેશે. દર વર્ષે 7મી ફેબ્રુઆરીએ ટેલિકોમ કંપનીઓએ પૈસા જમા કરાવવાના રહેશે સાથે પેમેન્ટ ડિફોલ્ટ ઉપર વ્યાજ અને પેનલ્ટી વસૂલાશે.

જોકે કોર્ટે કહ્યુ છે કે ટેલિકોમ કંપનીઓએ બાકી લેણાના 10 ટકા રકમ 31 માર્ચ 2021 સુધી ચૂકવવી પડશે. મહત્વનુ છે કે ઘણી કંપનીઓએ તો અત્યારે જ બાકી લેણાના 10 ટકા રકમ ચૂકવી દીધી છે. જસ્ટિસ મિશ્રાએ જણાવ્યુ હતુ કે કોરોના સંકટને જોતા આ સમય મર્યાદા આપવામાં આવી છે. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆર મામલે લેણા ચૂકવવા 15 વર્ષનો સમય માંગ્યો હતો.

ઉચ્ચ અદાલતે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય ત્રણ આધારો પર હશે. પ્રથમ, ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા માટે ટુકડાઓમાં એજીઆર લેણાં ચૂકવવાની મંજૂરી છે કે નહીં, બીજું નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહેલા કંપનીઓના બાકી લેણાં કેવી રીતે વસૂલવા અને ત્રીજી આવી કંપનીઓનું સ્પેક્ટ્રમ છે કે કેમ તે વેચવું કાયદેસર છે.

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો. અત્યાર સુધીની 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે બાકી રૂ. 1.69 લાખ કરોડ છે. ત્યારે કહી શકાય કે કોર્ટના આ ચૂકાદા બાદ કંપનીઓને મોટી રાહત થઇ છે.

શું છે એજીઆર

એજીઆર એટલે ગ્રોસ રેવન્યુ. ટેલીકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ વપરાશ ચારજ (એસયુસી) અને લાઇસન્સ ફ્રી જેવા સ્પેક્ટ્રમ ફીના રૂપમાં આવકનો એક ભાગ સરકારને ચૂકવવો પડશે. ટેલિકોમ કંપનીઓનો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડીઓટી) સાથે લાઇસન્સ કરાર છે. કરારમાં પોતે એજીઆર સાથે સંકરાળાયેલી શરતો શામેલ છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર