NEET UG-2021નું પરિણામ જાહેર કરવા સુપ્રીમનો આદેશ

2 વિદ્યાર્થીઓના વાંકે 16 લાખ વિદ્યાર્થીના રિઝલ્ટ રોકી શકાય નહીં

સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને અંડર ગ્રેજ્યુએટ NEET-UG 2021 માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના પરિણામો જાહેર કરવાની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સીને વર્ષ 2021 માટે ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિઝમાં એડમિશન માટે થનારી રાષ્ટ્રીય પાત્રતા કસોટી (NEET)ના રિઝલ્ટ જાહેર કરવાની મંજૂરી આપી છે.સુપ્રીમ કોર્ટે 2 વિદ્યાર્થીઓના ફરી પરીક્ષણ પર બોમ્બે હાઈકોર્ટે આદેશ પર રોક લગાવતા NEET UG રિઝલ્ટ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

બોમ્બે હાઈકોર્ટે એનટીએને રીઝલ્ટ જોહેર નહીં કરવા માટે કહ્યું હતું. કારણ કે, બે ઉમેદવારોએ એવો દાવો કર્યો હતો કે, 12 સપ્ટેમ્બરે આયોજીત કરવામાં આવેલી એનઈઈટી પરીક્ષા દરમિયાન તેમની પરીક્ષા પુસ્તિકા અને ઓએમઆર શીટ મિક્સ થઈ ગઈ હતી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, દિનેશ માહેશ્વરી અને બીઆર ગવઈની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આજે આદેશ આપ્યો છે. કે, અમે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવીએ છીએ. એનટીએ નીટ યુજી રિઝલ્ટ જાહેર કરી શકે છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી