September 23, 2021
September 23, 2021

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીના જૂથને સુપ્રીમ કોર્ટે 5800 કરોડની રાહત આપી

આ આદેશ આવતા જ Reliance Infraના શેરમાં 5 ટકાનો વધારો થયો

દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો(Delhi Airport Express Metro) કેસમાં અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2800 કરોડના મધ્યસ્થ અવોર્ડ યથાવત રાખ્યો છે.

કોર્ટે કહ્યું કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ રિલાયન્સ ઇન્ફ્રાને 2800 કરોડ રૂપિયા અને વ્યાજનું વળતર આપવુ પડશે. આ આદેશ આવતા જ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5 ટકાનો વધારો થયો છે. આ રીતે અનિલ અંબાણીની કંપનીને કુલ 5800 કરોડ રૂપિયા મળી શકે છે. આ અનિલ અંબાણી માટે મોટી રાહત છે. તાજેતરમાં તેમના જૂથ માટે કેટલાક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે.

અનિલ અંબાણી માટે આ ઘણુ મહત્વ ધરાવે છે. જે છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક રીતે ઘણા પરેશાન ચાલી રહ્યા છે, તેમની ટેલીકોમ ફર્મનું દેવાળુ ફુંકાઇ ગયુ છે અને કેટલીક અન્ય કંપનીઓ પણ મુશ્કેલીમાં છે. જૂથ ઉપર ઘણુ દેવુ છે, એવામાં આટલી મોટી રકમ મળવી ઘણી સારી વાત છે. કંપનીના વકીલે એક એજન્સીને કહ્યુ કે તે આ પૈસાનો ઉપયોગ દેવુ ચુકવવામાં કરશે.

રિયાલન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક યૂનિટે વર્ષ 2008માં દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના સંચાલન માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ દેશમાં ખાનગી હાથને મળેલો પ્રથમ મેટ્રો રોલ પ્રોજેક્ટ હતો જેનું વર્ષ 2038 સુધી સંચાલન રિલાયન્સ એડીએજીએ કરવાનું હતુ પરંતુ ફી અને અન્ય કેટલીક વસ્તુઓને લઇને 2012માં થયેલા એક વિવાદ બાદ અનિલ અંબાણીની કંપનીએ આ પ્રોજેક્ટનું કામકાજ છોડી દીધુ હતુ. કંપનીએ કોન્ટ્રાક્ટના કથિત ઉલ્લંઘન માટે દિલ્હી એરપોર્ટ વિરૂદ્ધ ઓર્બિટ્રેશનનો કેસ દાખલ કર્યો હતો અને ટર્મિનેશન ફી આપવાની માંગ કરી હતી.

 44 ,  1