અયોધ્યા ભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ મામલા પર બંધારણની બેંચ સુનાવણી કરી રહી છે. જેનું નેતૃત્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 8 માર્ચે આ મામલે વાતચીતનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા પેનલ બનાવવામાં આવી હતી. તેમાં પૂર્વ જસ્ટિલ એફએમ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સીનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ હતા. જોકે પેનલ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે કોઈ નિર્ણય સુધી પહોંચી શકી નહતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી