સુપ્રીમ કોર્ટનો આદેશ, પત્રકાર પ્રશાંતને હાલને હાલ છોડી દો

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ‘વાંધાજનક ટિપ્પણી’ કરનાર પત્રકાર પ્રશાંત કનોજિયાને મુક્ત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલે શનિવારે નવી દિલ્હીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રશાંતની પત્ની તરફથી દાખલ પિટિશન પર મંગળવારે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈનો મત અલગ-અલગ હોઈ શકે છે. તેમને (પ્રશાંત) કદાચ તે ટ્વિટ નહોતા કરવું જોઈતું, પરંતુ આ આધારે કોઈની ધરપકડ ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રશાંત કનૌજિયા એ જે શેર કર્યું અને લખ્યું તેના પર એ કહી શકાય કે તેમણે આવું કરવું જોઇએ નહોતું. પરંતુ તેમની ધરપકડ કયા આધાર પર કરાઇ હતી? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખરે એક ટ્વિટ માટે તેની ધરપકડ કરવાની શું જરૂર હતી.

એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે યુપી સરકારને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની પણ યાદ અપાવી. કોર્ટે કહ્યું કે તેને ઉદારતા દેખાડતા ફ્રીલાંસ જર્નાલિસ્ટ કનોજિયાને છોડી દેવો જોઇએ.

કોર્ટે કહ્યું કે લોકોની આઝાદી સંપૂર્ણપણે અક્ષુણ છે અને તેની સાથે કોઇ સમજૂતી કરાય નહીં. આ સંવિધાનની તરફથી આપવામાં આવેલો અધિકાર છે, તેનું કોઇ ઉલ્લંઘન કરી શકે નહીં.

 11 ,  1