September 21, 2020
September 21, 2020

સુશાંત કેસની તપાસ હવે CBI કરશે તપાસ..!! કેન્દ્રએ બિહાર સરકારની ભલામણ સ્વીકારી

સુશાંત કેસની તપાસ કેન્દ્રએ CBIને કર્યો ટ્રાન્સફર, બિહાર સરકારની માંગ સ્વીકારી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની આ ભલામણ મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેમણે સુશાંત કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. 

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ સાથે કેસની તપાસ કરવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. રિયા તરફથી વકીલ શ્યામ દીવાને કહ્યું કે એસજી તરફથી જે કહેવાયું, અહીં તે મામલો નથી, આવામાં કોર્ટ રિયાની અરજી પર ધ્યાન આપે. શ્યામ દિવાને તમામ કેસ પર રોક લગાવવાની માગણી કરી. શ્યામ દિવાને એમ પણ કહ્યું કે એફઆઈઆર ડ્યુડિક્શન મુજબ નથી. આવામાં કોર્ટ તમામ મામલે રોક લગાવે. 

બિહાર પોલીસ મુંબઈ પહોંચી અને પોતે જાતે જઈને પૂછપરછ કરવા લાગી. જ્યારે તે તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી. મુંબઈ  પોલીસ પહેલેથી કેસની તપાસ કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવી જોઈએ. શ્યામ દિવાને દલીલ કરતા કહ્યું કે સુશાંતના કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 59 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર