September 24, 2020
September 24, 2020

માનહાની કેસ મામલે સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા

માનહાની કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યાં છે. ટ્વિટ મામલે સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લેતા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટના અનાદર બદલ દોષિત માન્યા છે. હવે સજા પર સુનાવણી 20 ઓગસ્ટે થશે. આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.

નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડે અને ચાર પૂર્વ સીજેઆઈને લઈને પ્રશાંત ભૂષણ તરફથી કરાયેલા બે અલગ અલગ ટ્વિટને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી. 

નોટિસના જવાબમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે સીજેઆઈની ટીકા સુપ્રીમ કોર્ટની ગરિમાને ઓછી કરતી નથી. બાઈક પર સવાર સીજેઆઈ અંગે ટ્વિટ કોર્ટમાં સમાન્ય સુનાવણી ન થવાને લઈને તેમની પીડાને દર્શાવે છે. આ ઉપરાંત ચાર પૂર્વ સીજેઆઈને લઈને ટ્વિટ પાછળ મારી સોચ છે જે ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી. 

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર