આઝાદીનાં 75 વર્ષ પછી પણ અંગ્રેજોના સમયના કાયદાની હજુ પણ કેમ જરૂર?

સુપ્રીમ કોર્ટનો રાજદ્રોહના કાયદા પર કેન્દ્રને સવાલ

સુપ્રીમ કોર્ટે આજે રાજદ્રોહ વિરોધી કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમ્યાન કોર્ટે કહ્યું કે આ કાયદો બ્રિટિશ યુગનો છે. અંગ્રેજો આ કાયદાનો ઉપયોગ સ્વતંત્રતા આંદોલનને કચડી નાખવા માટે મહાત્મા ગાંધી, બાલ ગંગાધર તિલક જેવી હસ્તીઓનો અવાજ દબાવવા માટે કરતા હતા. શું આપણને આઝાદીના 75 વર્ષ પછી પણ આવા કાયદાની જરૂર છે? અમારી ચિંતા આ કાયદાના દુરૂપયોગ વિશે છે. આ કાયદો વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે ગંભીર ખતરો છે.

આ મામલો ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 124-A સાથે સંકળાયેલો છે જે રાજદ્રોહના કેસમાં સજા નક્કી કરે છે જે અંતર્ગત આજીવન કેદની મહત્તમ સજાની જોગવાઈ છે. નિવૃત્ત આર્મીના મેજર જનરલ એસ.જી.બોમ્બેટકેરે આ કલમને પડકારતી અરજી કરી છે. તેમણે અરજીમાં દલીલ કરી છે કે આ ધારા વાણીની સ્વતંત્રતા પર અસર કરે છે. એડિટર્સ ગિલ્ડ ઇન્ડિયાએ પણ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે બંને અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે.

કેન્દ્ર તરફથી જર્નલે કહ્યું કે IPCની કલમ 124A ના કાયદાને રદ્દ કરવો જોઈએ નહીં. તેની જરૂરિયાત દેશમાં એકતા જાળવી રાખવા માટે છે. તેનો ઉપયોગ કરવા માટે કોઈ ગાઈડલાઇન બનાવવામાં આવે જેથી આ કાયદાની ઉપયોગિતા અને તેનો ઉદ્દેશ કાયમ બન્યો રહે. કેન્દ્ર સરકારની એજન્સી NRBએ IPC -12A ના સંદર્ભમાં કેટલા કેસ નોંધ્યા, કેટલી ધરપકડ થઈ અને કેટલા દોષી સાબિત થયા તેનો 2014થી 2019 સુધીનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ આંકડા મુજબ 2014થી 2019 સુધીમાં 326 કેસ નોંધાયા, 559 લોકોને પકડવામાં આવ્યા અને માત્ર 10 જ આરોપી સાબિત થયા. 

 42 ,  1