એક જ દિવસે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

રાજ્યમાં યોજેયાલી મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. સુપ્રિમ કોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી 23મી તારીખે જ થશે. મનપાની ચૂંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવો જોઈએ.

રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં મુશ્કેલી પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

 69 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર