માસ્કને લઈને હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. જેની સુનાવણી દરમિયાન ઉચ્ચ અદાલતે હાઈકોર્ટના માસ્ક અંગેના નિર્ણય પર રોક લગાવી છે.

ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ મુદ્દે ગુજરાતની રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમયે દિશા-નિર્દેશો આપતાં જણાવ્યું હતુ કે, માસ્ક પહેરવાના નિયમનું કડક પાલન થાય. તમામ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થતું નથી. જોકે, કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-19 પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રે જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોંટાડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, લોકો ગમે ત્યાં થુંકી રહ્યા છે. આ બધું શું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારો શું કરી રહી છે. સામાજિક મેળાવડાને લઈને પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. એસઓપીનું યોગ્ય રીતે પાલન કરાવવું જોઇએ.

 68 ,  1