September 27, 2020
September 27, 2020

હવે પિતાની મિલકત પર દીકરાની જેમ દીકરીનો પણ સમાન હક : સુપ્રીમ કોર્ટ

પિતાની સંપતિમાં દિકરીઓ સમાન ભાગીદાર, દિકરા જેટલો જ હક

સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે દીકરીઓ પિતાની સંપત્તિ પર અધિકાર હશે. દીકરાની જેમ દીકરીનો પણ સમાન હક હશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠના ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ઉત્તરાધિકાર એક્ટ 2005ના સુધારાની વ્યાખ્યા છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના ચુકાદામાં કહ્યું કે, એક દીકરી જીવનભર માટે હોય છે. એટલા માટે તેમણે  પૈતૃક પ્રોપર્ટીમાં પૂર્ણ અધિકાર છે.

હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટી બે પ્રકારની હોય શકે છે. એક પિતા દ્વારા ખરીદેલી કે બીજી પૈતૃક સંપત્તિ હોય છે. જે છેલ્લા ચાર પેઢીઓથી પુરૂષોને મળતી આવી છે. કાયદા અનુસાર, દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બન્નેનો જન્મથી બરાબરનો હક હોય છે.

કાયદો કહે છે કે પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોને ન આપી શકે. એટલે કે આ મામલે તેઓ કોઇ એક નામની વસીયત ન કરી શકે. આનો મતલબ એ છે કે તે દીકરીને તેનો ભાગ આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.

ઉચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દીકરી હંમેશા દીકરી હોય છે. જ્યારે દીકરો લગ્ન સુધી જ રહે છે. એટલે કે, 2005માં સુધારણા પહેલાં જ જો કોઈ પિતા મૃત્યુ પામ્યો છે, તો પુત્રીઓ અથવા પુત્ર સાથે પિતાની સંપત્તિમાં સમાન હિસ્સો મળશે.

 345 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર