મુલાયમ-અખિલેશની આવક કરતા વધુ સંપત્તિ મામલામાં સુપ્રીમે સીબીઆઇને પાઠવી નોટિસ

મુલાયમ સિંહ યાદવની આવક કરતા વધુ સંપત્તિ મામલામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ આપી છે. કોર્ટે બે સપ્તાહમાં સીબીઆઇ પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર આ નોટિસ મોકલી છે.

આપને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા આ મામલો મુલાયમ સિંહ યાદવ અને તેમના દીકરા અખિલેશ યાદવ માટે પરેશાની ઉભી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ જો સીબીઆઈ કોઈ કાર્યવાહી કરશે તો ચોક્કસ તે ચૂંટણી મુદ્દો બની જશે. આ મામલે આગામી સુનાવણી 2 અઠવાડીયા બાદ કરવામાં આવશે. હકિકતમાં, આ અરજીમાં સીબીઆઇએ કોર્ટમાં તેમની તપાસ રિપોર્ટ દાખલ કરવાની માગ કરી છે.

તમને જણાવી દઇએ કે અરજીકર્તાએ 2005માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ, અખિલેશ, તેમની પત્ની ડિમ્પલ યાદવ અને પ્રતીક યાદવની સામે ભ્રષ્ટાચાર અટકાવવાના કાયદા અંતર્ગત કેસ ચલાવવાના આદેશ આપવાની માગ કરી હતી. વિશ્વનાથ ચતુર્વેદીએ તેમની સામે સત્તાનો દુરુપયોગ અને આવક કરતા વધારે સંપત્તિનો પણ આરોપ લગાવ્યો હતો.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી