દેશની રાજધાની દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા કેજરીવાલ સરકારનો નિર્ણય

દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના પગલે શાળાઓ ફરીથી લોક કરવામાં આવી છે. કેજરીવાલ સરકારનો આ નિર્ણય શુક્રવારથી લાગુ થશે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે અને આજે દિલ્હી-એનસીઆરના અમુક વિસ્તારમાં એર ક્વોલીટી ઈન્ડેક્ષ 600ને પાર કરી ગયો હતો. ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?

સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’

કોર્ટે આગળ કહ્યું કે અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મુદ્દા પર કંઈ નથી થઈ રહ્યું. જ્યારે આનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે. સીજેઆઈ રમન્નાએ કહ્યું કે જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે. જો તમે આદેશ ઈચ્છો છો તો અમે કોઈને નિયુક્ત કરી શકીએ છીએ.

સિંધવીએ કોર્ટને જણાવ્યું કે કાલે પણ એમ મંત્રી સેન્ટ્રલ વિસ્ટામાં ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા. અમારી પાસે ઈચ્છાશક્તિ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફક્ત રિપોર્ટ નહીં.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી