સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લગાવી ફટકાર

બકરી ઈદ પર લોકડાઉનમાં 3 દિવસની છૂટ આપતા SC નારાજ

કેરળમાં ફરી એકવાર કોરોના મહામારીના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેરળ સરકારે મુસ્લિમોના તહેવાર બકરી ઈદ પર લોકડાઉનમાં છૂટછાટ આપવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, દુ: ખની વાત છે કે, રાજ્ય સરકાર ટ્રેડ યુનિયનના દબાણ હેઠળ આવી તેવા વિસ્તારોમાં પણ દુકાનો ખોલવાની મંજૂરી આપી જ્યાં કોરોના કેસ 15 ટકાથી વધુ છે જેને પગલે લોકોના જીવને જોખમમાં મુક્યા છે.

સુપ્રીમ કોર્ટે બકરી ઈદને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં રાહત આપવા માટે કેરળની પિનરઈ વિજયન સરકારનો ઉધડો લીધો છે. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિ હોવા છતાં પ્રતિબંધોમાં આ પ્રકારે છૂટ આપવામાં આવી તે ડરામણું છે. જો કે આ તમામ ટિપ્પણીઓ કરવા છતાં કોર્ટે બાદમાં એમ પણ કહ્યું કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં કારણ કે ઘોડો તબેલામાંથી છૂટી ચૂક્યો છે. કેરળ સરકારે બકરી ઈદ પ્રસંગે આવી છૂટછાટ આપીને દેશના નાગરિકો માટે દેશવ્યાપી રોગચાળાના જોખમમાં વધારો કર્યો છે.

નોંધનીય છે કે કેરળમાં બકરી ઈદના અવસરે કોરોના ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી. આ છૂટ 18થી 20 જુલાઈ વચ્ચે આપવામાં આવી જેમાં બજાર સંલગ્ન નિયમોમાં ઢીલ પણ સામેલ છે. એક બાજુ જ્યાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રા રદ કરવામાં આવી ત્યાં કેરળ સરકારના આ નિર્ણય બાદ સવાલ ઉઠવા લાગ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો.

 18 ,  1