SCએ ઉન્નાવ રેપ સાથે સંકળાયેલા 5 કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા, પીડિતાને 25 લાખનું વળતર

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ રેપ કાંડ મામલે સુપ્રીમ કોર્ટે ખૂબ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સાથે જોડાયેલા તમામ પાંચ કેસ ઉત્તર પ્રદેશ બહાર દિલ્હીમાં ટ્રાન્સફર કર્યા છે. સાથે જ કોર્ટે આ મામલે દરરોજ સુનાવણી કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરેલા જજો આ પાંચેય કેસની સુનાવણી કરશે.

આ સાથે મામલાની ટ્રાયલ 45 દિવસમાં પુરી કરશે. સુપ્રીમ કોર્ટે રોડ દુર્ઘટનાની તપાસ 7 દિવસમાં પુરી કરવાનો તેમજ યુપી સરકારને પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને લખનૌની કેજીયુએમ હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે પીડિતાને બહેતર ઇલાજ માટે એરલિફ્ટ કરાવી શકાય છે. સીબીઆઇએ કોર્ટને માહિતી આપી છે કે જો પીડિતાનો પરિવાર ઇચ્છે તો પીડિતાને તેમજ તેના વકીલને એર લિફ્ટ કરાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પીડિતાનો પરિવાર ઇચ્છે તો કોર્ટ એર લિફ્ટનો આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, ઉન્નાવ કેસમાં CBIના તપાસ અધિકારીઓને 12 વાગ્યા સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ CBI પાસે તપાસનો રિપોર્ટ પણ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઉન્નાવ કેસને લગતા દરેક કેસ ઉત્તરપ્રદેશથી બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. સીજેઆઈએ CBIને કહ્યું છે કે, જો એજન્સી તપાસ રિપોર્ટ જાહેર કરવા ન માંગતી હોય તો આ કેસની સુનાવણી બંધ બારણે પણ કરી શકાશે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી