September 19, 2020
September 19, 2020

સુશાંત કેસની તપાસ CBI કરશે કે મુંબઇ પોલીસ ? આજે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો

સુશાંતસિંહ રાજપૂતનાં મોતને 2 મહિના વીતી ગયાં છે. પરંતુ હજી સુધી, આ મામલાની તપાસ કોણ કરશે તેને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે સુશાંતની આત્મહત્યા કયા કારણોસર થઈ તે જાણી શકાયું નથી. ત્યારે હવે મુંબઇ પોલીસ તપાસ કરશે કે CBI..? તેને લઇ આજે સુપ્રીમ કોર્ટ ફેસલો કરશે. સુશાંત કેસની તપાસ મુંબઈ પોલીસ કે CBI કરશે તે અંગેનો નિર્ણય આવશે. સુપ્રીમ કોર્ટમાં રિયાની અરજી પર જસ્ટિસ ઋષિકેશ રૉય પોતાનો નિર્ણય આપશે.

જણાવી દઇએ, 14 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના બાંદ્રા સ્થિત માઉન્ટ બ્લૉકના અપાર્ટમેન્ટમાં ગળેફાંસો લગાવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ ગણાવીને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કે કે સિંહે દીકરાના મોતના 38 દિવસ બાદ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ FIR કરી હતી. રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો તથા 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂક્યો હતો.

15 કરોડની હેરાફેરીનો આરોપ લગાવ્યા બાદ EDએ પણ તપાસ હાથ ધરી હતી. આ મામલે રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ગઇકાલે સુશાંતના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ સુશાંતના પિતા કેકે સિંહની 4 કલાક પૂછપરછ કરી છે. કેકે સિંહે ઈડીના અધિકારીઓને જણાવ્યું કે સુશાંતના ખાતામાંથી 15 કરોડની રકમ બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

સુશાંતે મોટી બહેનને એકાઉન્ટની નોમિની બનાવી હતી. પૂછપરછમાં કેકે સિંહે એવું પણ જણાવ્યું કે રિયાએ જ સુશાંતના ખાતામાંથી ૧૫ કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. તેમણે કહ્યું કે સુશાંતના એકાઉન્ટ્સ રિયા અને શ્રુતિ મોદી હેન્ડલર કરતા હતા. ઈડીએે સુશાંતના પિતાને એવો પણ સવાલ પૂછયો હતો કે સુશાંતના ખાતામાંથી ૧૫ કરોડની રકમ ઉપાડાઈ છે તેની તમને કેવી રીતે ખબર પડી. જવાબમાં સિંહે કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે અને તેઓ પુરાવા સોંપવા માગે છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર