સુપ્રિમનો સેન્ટ્રલને સવાલ- બાળકોમાં સંક્રમણ ફેલાયુ તો.. શું છે તૈયારીઓ..?

કોર્ટને છે ચિંતા- ભીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે…શું થશે..?

દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટમાં આજે ગુરૂવારે ફરી એક વખત દિલ્હીના ઓક્સિજન સંકટ અને સંક્રમણની સ્થિતિ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે સંક્રમણની ત્રીજી લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી જ તે માટે તૈયારીઓ કરવા પર ભાર મુક્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતા કહ્યું કે, જો કાલે સ્થિતિ વધુ બગડે અને કેસ વધે તો તમે શું કરશો. રિપોર્ટ્સ પ્રમાણે ત્રીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ત્રીજી લહેરમાં શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારે જ કરવી પડશે, યુવાનોને વેક્સિન આપવી પડશે, જો બાળકો પર અસર વધશે તો કઈ રીતે સંભાળીશું કારણ કે બાળકો તો એકલા હોસ્પિટલ ન જઈ શકે.

દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ત્રીજી લહેર અંગે ટિપ્પણી કરી છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે પણ ત્રીજી લહેર ચોક્કસ આવશે તેવી ચેતવણી આપી હતી પરંતુ તે ક્યારે આવશે તે અનિશ્ચિત છે તેમ કહ્યું હતું.

કોર્ટે કહ્યું કે, આજે આશરે 1.5 લાખ એવા ડોક્ટર્સ છે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આશરે 2.5 લાખ નર્સ ઘરે બેઠી છે. આ એ જ લોકો છે જે ત્રીજી લહેર વખતે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. માર્ચ 2020થી સ્વાસ્થ્ય કર્મીઓ કામ કરી રહ્યા છે અને હાલ તેમના પર પણ થાક અને દબાણ વધારે છે.

 61 ,  1