અમદાવાદમાં હરખભેર શરૂ થયેલી સી-પ્લેન સર્વિસનું સૂરસુરિયુ

221 દિવસથી સી-પ્લેનની સર્વિસ બંધ

ગુજરાતના અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સૌપ્રથમ સી-પ્લેન સેવા શરુ રહેવા કરતાં વધુ સમય બંધ રહે છે. અમદાવાદમાં લાંબા સમયથી સી-પ્લેનની કામગીરી સ્થગીત કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બરમાં આ સેવા ફરી શરુ થવાની આશા હતી. જો કે, ટુંક સમયમાં ફલાઈટ શરુ કરવાનાં કોઈ એંધાણ લાગતા નથી.

નોંધનીય છે કે, ગયા વર્ષે 31 ઓકટોબરનાં રોજ તેની શરુઆત કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી લગભગ 221 દિવસ તો સી-પ્લેનની કામગીરી બંધ જ રહી છે. આ વર્ષની શરુઆતમાં જ એરક્રાફટને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલી દેવાયા હતા. મળતી માહિતી મુજબ સી-પ્લેનની પ્રથમ વર્ષગાંઠે પણ આ સેવા શરુ થશે કે નહીં તે બાબત અસ્પષ્ટ છે.

આ બાબત સાથે સંકળાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટની પેટા કંપની સ્પાઈસ શટલ કે સી-પ્લેન ચલાવે છે તે હાલ વિમાન ખરીદવા માટે ઉત્પાદકો સાથે વાતચીત કરી રહી છે પરંતુ નવાં વિમાનો કયારે આવશે અને તેની સર્વિસ કયારે શરુ થશે એ બાબતે કોઈ જાણકારી નથી. સી-ફલાઈટ આ વર્ષની શરુઆતમાં જ બંધ કરી દેવાય હતી.

સી-પ્લેનની સર્વિસ શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેણે માત્ર 284 ફલાઈટ ભરી છે તેમજ 2458 લોકોએ આ સફરની મજા માણી છે, હવે ફરીવાર સી પ્લેન સર્વિસ કયારે શરુ થશે તે અંગે કોઈ પ્રકારની માહિતી મળી રહી નથી. માનવામાં આવી રહ્યું છે કે, ચુંટણી સમયે ફરી આ સેવા શરુ કરાશે.

 68 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી