September 23, 2021
September 23, 2021

સુરતમાં શર્મનાક ઘટના, 62 વર્ષના વૃદ્ધે માસૂમ સાથે કર્યાં અડપલાં

સુરતમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. જેમાં એક 62 વર્ષના વૃદ્ધ દ્વારા માસૂમ બાળકી છેડતીનો ભોગ બનતા ચકચાર મચી ગઇ હતી. વાત છે વાડીફળિયાની…જ્યાં એક ક્લાસિસમાં અભ્યાસ કરતી ધો.7ની વિદ્યાર્થિનીની છેડતીનો ભોગ બની છે.

મળતી વિગત મુજબ, શિક્ષકના 62 વર્ષના પિતાએ સગીરા પાસે પાણી મંગાવ્યા બાદ બાહુપાશમાં જકડી અડપલાં કરવા સાથે ચુંબન પણ કરી લીધું હતું. આ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી છેડતીખોરની ધરપકડ કરી લીધી હતી.

ગુરુવારે સગીરા સ્કૂલેથી પરત ફર્યા બાદ ગુમસુમ અને નિરાશ હતી માતાએ કારણ જણાવતા સગીરાએ માતા સમક્ષ સમગ્ર ઘટના વર્ણી હતી. ત્યાર બાદ વાલીઓનું ટોળું ગુરુવારે ક્લાસિસ પર પહોંચ્યું હતું. અને ભારે હલ્લો મચાવ્યા બાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

 55 ,  3