September 21, 2020
September 21, 2020

સુરત : ડીંડોલી વિસ્તારમાં બુટલેગરની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા

બુટલેગર અજલાને અદાવત રાખીને ત્રણ શખ્સોએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં બુટલેગરની હત્યાની ઘટના સામે આવી છે. અજલા નામના બુટલેગર પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ અજલાને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે મૃતકના સાળાએ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

મૃતકના સાળાએ ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મિકી ઉર્ફે ગાવઠી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, લેતી-દેતીમાં પિતાને માર મારતા પુત્ર ધીરજે મિત્રો સાથે મળીને અજયની હત્યા કરી છે.

અજલો ઉર્ફે અજય અરુણભાઈ પટેલ આરોપી ધીરજ પ્રકાશ વાણીના પિતા પ્રકાશ વાણીને કોઈ પૈસાની લેતીદેતીમાં કારણે માર માર્યો હતો. આ વાતનું જેનું ઉપરાણું લઈને પ્રકાશ વાણીનો દીકરો ધીરજ વાણી અને તેના બે મિત્રો અમોલ બારી અને વાલ્મિકી ગંગારામ પાટીલે ભેગા મળીને રાત્રે અજયને રસ્તા પર આંતર્યો હતો. જે બાદમાં તેને ચપ્પાના ઘા મારી દીધા હતા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ  ઇજાગ્રસ્ત અજયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યા તેને મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અજલા વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ACP અમિત પરમારએ જણાવ્યું હતું કે, ડીંડોલીમાં મધુરમ સર્કલ પાસે જ પલ્સર પર ડીંડોલી જતા અજય અરુણભાઈ પટેલ (ઉ.વ. 32 રહે ડીંડોલી અજની નંદન) ને આતરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. આરોપી ધીરજના પિતાને રૂપિયાની લેતી દેતીમાં મૃતક અજયે માર માર્યાની અદાવતમાં ધીરજે અજયની બે મિત્રો સાથે મળી હત્યા કરી છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતર અજય ડીડોલી પોલીસ સ્ટેશનના ચોપડે લિસ્ટેટ બૂટલેગર હતો અને દારૂના અનેક ગુનાઓ તેના નામે નોંધાયેલા છે.

 86 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર