સુરત : મંદિર આગળ ઉભેલી મહિલાને બાથમાં જકડી નરાધમે કર્યા શારીરિક અડપલા, લોકોએ ચખાડ્યો મેથીપાક

શહેરમાં વધુ એક છેડતીનો બનાવ, માનસિક બિમાર મહિલાને આરોપીએ બાથમાં જકડી લીધી..

સુરતમાં મહિલાઓ સલામત નથી તેમ રેપ, છેડતી જેવી ઘટનો સતત વધી રહી છે. દિનદહાડે મહિલાઓની છેડતી થઇ રહી છે, ત્યારે શહેરમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. મંદિર આગળ ઉભી રહેલી માનસિક બિમાર મહિલાને આરોપીએ બાથમાં જકડી શારીરિક અડલપા કર્યા હતા. તો બીજી તરફ ડરી ગયેલી મહિલા બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો. આ મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી કરી હતી.

ઘટનાની વિગત મુજબ, સલાબતપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ અને તેની 40 વર્ષીય પત્ની છેલ્લા લાંબા સમયથી માનસિક બિમાર રહે છે. ગતરોજ પત્નીને લઈને આ વૃદ્ધ મંદિરે જવા નીકળ્યા હતા. જોકે પત્નીને મંદિર પાસે ઉભી રાખીને આ વૃદ્ધ ચા લેવા ગયા હતા. આ દરમિયાન એક વિકૃત નરાધમે મંદિર આગળ ઉભી રહેલી મહિલાને બાથમાં જકડી લીધી હતી. અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.

યુવાનની આ હરકત બાદ મહિલાએ વિરોધ જતાવ્યો હતો. એટલું જબરજસ્તી કરતા યુવાનથી પીછો છોડાવવા મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો આવી જતા આરોપી પકડી બરાબરની ધોલાઇ કરી હતી. આજુબાજુના લોકોએ ભેગા થઇ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી આરોપીને સકંજામાં લીધો હતો.

 પોલીસે યુવાનની પૂછ પરછ કરતા આયુવાન કાપડ માર્કેટમાં કામ કરતો અને પોતાનું નામ મુકેશ ચાંદમલ જૈન હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે આયુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે તેની ધરપકડ  કરી આગળની તપાસ શરુ કરી છે. 

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર