September 27, 2020
September 27, 2020

સુરત : ‘મારા દીકરાને દારૂ કેમ પીવડાવે છે..’ તેમ કહીને પાડોશીઓએ યુવકને ઉતારી દીધો મોતને ઘાટ

દારૂ પીવા સાથે લઇ જવાની બાબતે પાડોશીએ માર મારતા યુવકનું મોત નિપજ્યું

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. શહેરમાં હત્યાના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સાથે દારૂ પીવા બોલતા યુવાનની પાડોશીએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઘટનાની વિગત મુજબ, માન દરવાજા નજીક રહેતા મેહુલ નામના યુવકને પાડોશમાં રહેતા તેનો મિત્ર અરબાઝ અને તેની નસીમબાનું તેમજ તેના બે જમાઇઓએ ભેગા મળી મેહુલને લાકડની ફટકા મારી હત્યા કરી નાખી હતી.

પાડોશમાં રહેતી નસીમબાનુંએ મેહુલના ઘરે આવી, મારા દિકરાને દારૂ પીવા કેમ બોલાવે છે તેમ કરી રકઝક કરી હતી. ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી ત્યાથી ચાલી ગઇ હતા. અને થોડીક વારમાં તે પોતાનો દિકરો અરબાઝ અને બે જમાઇ સાથે ફરી મેહુલના ઘરે આવી ઝઘડો કરવા લાગી હતી, આ દરમિયાન મામલો વધુ તંગ બનતા મારા મારી પર ઉતરી આવ્યા હતા.

મેહુલને બેરહેમીથી લાકડીના ફટકા મારતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે આજુબાજુના લોકો આવી જતા હુમલો કરનાર પાડોશી લોકો ભાગી ગયા હતા. બાદમાં ગંભીર હાલતમાં મેહુલને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

હાલ આ મામલે પોલીસે પાડોશમાં રહેતી નસીમબા તેનો દિકરો અરબાઝ તેમજ બે જમાઇઓ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર