સુરત : પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા ગયેલી યુવતીનું હોટલમાં શંકાસ્પદ હાલતમાં મોત

હોટલમાં પ્રેમી સાથે ગયેલી યુવતીનું રહસ્યમય મોત, ન્યૂ યરની ઊજવણી કરી સૂતા પછી ઊઠી નહીં!

સુરત શહેરના પીપલોદ સ્થિત ઓયો હોટલના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે. જોકે, યુવતીનું કેવી રીતે મોત થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બહાર આવી શકે છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં.

બન્ને પ્રેમી યુગલ હોટલમાં રોકાયા  હતા જોકે સવારે તન્વી નહિ ઉઠતા યુવાન પંકજે તન્વીના પરિવારને જાણકરી આપી યુવતી ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવતી ને મુત હાજર કરી હતી જોકે આ ઘટના ને લઇને યુવતીનો પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા બાદ તેમની દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થી ગયું હતું. 

હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

 91 ,  1