September 26, 2020
September 26, 2020

સુરતમાં બદમાશો બેફામ..! હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો કર્યો પ્રયાસ

 ડિંડોલી ખાતે TRB જવાન પર જાહેર રોડ પર છરા વડે હુમલાનો પ્રયાસ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બેફામ બનેલા બદમાશોએ TRB પર છરાથી હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીંડોલી વિસ્તારમાં એક મોપેડ સવાર ત્રણ વ્યક્તિ જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોપેડ સ્લીપ થતા TRB જવાન દોડી ગયા હતા ત્યારે તે પૈકીના એક વ્યક્તિએ છરો કાઢીને જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરતના આ બહાદુર જવાનો ડર્યા વગર ડંડા લઈને તેમની પાછળ દોડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટના બુધવારની હોવાનું મનાઇ રહ્યું છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયસ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

આ મામલે ટ્રાફિક PSI વી.વી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના બુધવારની મોડી સાંજની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ ખાય ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડીને બચાવ કામગીરી માટે ગયો હતો. જોકે, મોપેડ સવાર ત્રણ પૈકી એકે છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટીઆરબી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આ આખી ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

ઘટના બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે કેમેરામાં કેદ થયેલી ઘટનાને આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ હુમલો કરનાર આરોપીની ઓળખ છતી થઇ હતી. TRB જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસનો આરોપી હોવાનું બહાર આવ્યું છે. જે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો.

ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, સાંઈ પોઇન્ટ નજીક TRB જવાનને છરો બતાવી હુમલાનો પ્રયાસ કરનાર નરોત્તમ નગર, નવાગામનો રહેવાસી દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ હોવાનું બહાર આવ્યું છે. પહેલી સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠ વાગ્યે TRB જવાન પીન્ટુ અમર બહાદુર વર્માએ પોતાની ઉપર થયેલા હુમલાના પ્રયાસને લઈ શુક્રવારની મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર