સુરત : મૂક બધિર યુગલના બાથરૂમાંથી મળ્યા મૃતદેહ, રહસ્યમય મોત

 15 દિવસ પહેલાં જ થઇ હતી સગાઇ, લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલા મોત

સુરતમાં મૂક બધિર યુગલોની સગાઈના 15 દિવસ બાદ રહસ્યમય મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે શહેરના નાનપુરા વિસ્તારમાં એક ફ્લેટના બાથરૂમમાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે બનાવની જાણ થતા અથવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ બંનેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૂકબધિર યુવતી છેલ્લા પાંચ દિવસથી સાસરે રહેતી હતી અને સગાઈથી ખુશ પણ હતી તેમ છતાં આ રહસ્યમય મોતને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના કામરેજ ખાતે રહેતા અને મૂળ વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉં.વ.21) અને નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલની 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આ બંને યુવક-યુવતી મૂકબધીર હોવાનું જાણવા મળ્યું છે. આ યુગલના એપ્રિલમાં લગ્ન થવાના હતા. ત્યારે છેલ્લા પાંચ દિવસથી યુવતી ભાવિ પતિના ઘરે આવી હતી અને બંને ખૂબ જ ખુશ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

બંને સગાઈ પછી મૂકબધીર હોવાને કારણે એકબીજા સાથે કલાકો સુધી ચેટ કરતા હતા. ગત રોજ સાંજે અર્પિતની બહેન ભાઈ-ભાભીને ન જતો બંનેની શોધખોળ કરી હતી. દરમિયાન બંનેની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. આથી 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં ગેસ ગીઝરનો ગેસ લીકેજ થવાથી ગુંગણામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યાંથી લાશ મળી તે બાથરૂમમાં નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર