સુરતમાં સરેઆમ યુવકની ચપ્પુના ઘા મારી કરાઇ કરપીણ હત્યા

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર સરેઆમ યુવકને ચપ્પુ વડે રહેંશી નાખવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.

આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધરી છે. તો બીજી તરફ જાહેરમાં થયેલી યુવકની હત્યા બાદ સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી